આશાનું કિરણ બન્યાં આમના આસિફ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનમાં આશાનું કિરણ બનેલાં એ મહિલા

આમના આસિફ, એક યુવા ઉદ્યોગપતિ જેઓ પોતાનાં સ્ટાર્ટ અપને ‘કરીમ સર્વિસ ફોર મેન્ટલ હેલ્થ’ તરીકે ઓળખાવે છે.

તેમણે આ એક વર્ષે પહેલાં શરૂ કર્યુ હતું એવા લોકોની મદદ કરવા માટે જેઓ પોતાના માનસિક સ્વાસ્થ્યને લઇને બહાર ક્યાંય મદદ માટે નથી જઈ શકતા, ખાસ કરીને સામાજિક પુર્વાગ્રહોને લીધે કોઈની મદદ નથી માંગી શકતા.

આ સેવા એવી મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે જેઓ આપણા સમાજમાં મુશ્કેલીઓનો સામનો કરતી હોય, તેઓ કોઈ પણ પ્રકારના પારિવારિક દબાણ વગર પોતાના સાઇકૉલૉજીસ્ટ સાથે આ વેબસાઇટ મારફતે ખાનગી રીતે વાત કરી શકે, સલાહ લઇ શકે છે.

આ સ્ટાર્ટ અપનું બીજું પાસુ જરુરિયાતમંદોને મદદ કરવાનું પણ છે.

તેઓ અલગ-અલગ શાળાઓમાં મુલાકાતે જાય છે જેથી વિદ્યાર્થીઓમાં જાગૃકતા ફેલાવી શકે અને તેમને માનસિક આરોગ્ય વિશે શિક્ષણ આપી શકે કે કઇ રીતે મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો