ભારતે બુલેટ ટ્રેન માટે જાપાનની પસંદગી કેમ કરી?
ભારતે બુલેટ ટ્રેન માટે જાપાનની પસંદગી કેમ કરી?
અમદાવાદથી મુંબઈ સુધી શરૂ થનારી બૂલેટ ટ્રેન જાપાનથી આવવાની છે. પણ સવાલ એ થાય કે શા માટે જાપાનની પસંદગી કરવામાં આવી.
તો તેનો જવાબ એ છે કે જાપાનનું રેલ નેટવર્ક વિશ્વભરમાં પોતાની નિયમિતતા અને કાર્યક્ષમતા માટે પ્રખ્યાત છે.
હવે એક ઉદાહરણ લઈએ તો નવેમ્બર 2017માં જાપાનમાં એક ટ્રેન માત્ર વીસ સેકન્ડ વહેલી ઊપડી ગઈ.
સમયનું મૂલ્ય કેટલું છે તે જાપાન સિવાય અન્ય બીજું કોણ સમજી શકે. આ 20 સેકન્ડ વહેલી ઉપડવા માટે રેલ ચલાવનારી કંપનીએ માફીનામું બહાર પાડવું પડ્યું.
ત્યારે જાપાનની રેલવે કઈ રીતે વિશ્વમાં મોખરે બની તે જાણવા બીબીસીએ ટોક્યોની રેલવેની મુલાકાત લીધી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો