સુષમા સ્વરાજ ગુજરાતના લઘુમતીઓ ઉપર ધ્યાન આપે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાક. પ્રધાન : ગુજરાતના લઘુમતીઓ પર થતા અત્ચાચાર પર સુષમા ધ્યાન આપે

પાકિસ્તાનમાં હિંદુ સગીરાઓના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણ અંગે ત્યાંના માહિતી અને સંચાર પ્રધાન ફવાદ ચૌધરીએ બીબીસી ઉર્દૂના શહર બલોચ સાથે વાત કરી હતી.

ચૌધરીએ કહ્યું હતું કે સુષમા સ્વરાજે ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરમાં લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારની ઉપર પણ ધ્યાન દેવું જોઈએ.

ચોધરીએ ઉમેર્યું હતું કે 'પાકિસ્તાનના વડા પ્રધાન (ઇમરાન ખાન) પીડિતાઓ સાથે ઊભા છે, ભારતના વડા પ્રધાનની જેમ અત્યાચારીઓની સાથે નહીં.'

અન્ય એક સવાલના જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે 'મસૂદ અઝર હોય કે અન્ય કોઈ, પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ઉગ્રવાદને ફેલાવા માટે થવા દેવામાં નહીં આવે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો