એક પૈસો પણ હાથમાં નહીં... અને ઇલેક્ટ્રિક કારમાં કરી 95,000 કિલોમિટરની યાત્રા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઇલેક્ટ્રિક કારમાં સવાર થઈ પૈસા વગર કરી નેધરલૅન્ડથી સિડનીની યાત્રા, પણ શા માટે?

વિબ વેક્કર નામની વ્યક્તિએ દુનિયાના 33 દેશોનો પ્રવાસ કર્યો. તેમણે 95,000 કિલોમિટરની યાત્રા ઇલેક્ટ્રિક કારમાં બેસીને કરી.

આ યાત્રાની ખાસ વાત એ છે કે તેઓ એક પણ પૈસો લીધા વગર પ્રવાસ પર નીકળ્યા હતા અને તેમણે આ પ્રવાસ દરમિયાન અજાણ્યા લોકો પાસેથી ડોનેશન લઈને યાત્રા પૂરી કરી હતી.

તેમનો ઉદ્દેશ છે કે લોકો જળવાયુ પરિવર્તન મામલે જાગરૂક બને અને જે સમસ્યા ભવિષ્યમાં ઊભી થવાની છે, તેને રોકવાનો પ્રયાસ કરે. તેના માટે તેમણે આ યાત્રા ઇલેક્ટ્રિક કારમાં કરવાનું નક્કી કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો