ઇન્ડોનેશિયાનો આ સમુદાય મત આપવા તો માગે છે પરંતુ...

ઇન્ડોનેશિયાનો આ સમુદાય મત આપવા તો માગે છે પરંતુ...

ભારતમાં ચૂંટણીનો કેવો માહોલ છે, તે તો આપણે જોઈ જ રહ્યા છીએ. ભારતની સાથે સાથે અન્ય એક દેશમાં પણ ચૂંટણીનો સમય છે.

આજે ઇન્ડોનેશિયામાં 19 કરોડ કરતાં વધારે લોકો એકસાથે મતદાન કરી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં એક જ દિવસમાં મતદાન કરવામાં થઈ રહ્યુ છે.

આ ચૂંટણીમાં 19 કરોડ કરતાં વધારે લોકો મતદાન કરી શકવા યોગ્ય છે પણ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે મતદાન એ ખૂબ જ અઘરું કામ છે.

બોર્નિયોનાં અતરિયાળ વિસ્તારમાં રહેતા આ સમુદાયો અભણ છે. તેમનો મત નોંધાય, સરકાર સુધી તેમનો અવાજ પહોંચે અને તેમને સન્માન મળે એ માટે તેઓ મતદાન કરવા ઇચ્છે છે.

પરંતુ મતદાન કરવા માટે એમને કેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો