નાઇજીરિયા : લોકોએ ફેંકેલાં ટાયરમાંથી આ કલાકાર બનાવે છે અદભુત કૃતિઓ

નાઇજીરિયા : લોકોએ ફેંકેલાં ટાયરમાંથી આ કલાકાર બનાવે છે અદભુત કૃતિઓ

ન્વોચા અર્નૅસ્ટ એક એવા કલાકાર છે કે જેમણે કળાને એક નવું રૂપ અને સ્તર આપ્યું છે.

તેઓ જૂનાં ટાયરને વાપરીને સ્કલ્પચર બનાવે છે. તેઓ લાગોસમાં નકામાં ટાયરને જમા કરે છે અને તેમાંથી કળાત્મક કૃતિઓ બનાવે છે.

તેમની કળા પાછળ એક એવો ઉદ્દેશ પણ છે કે તેઓ લાગોસને સ્વચ્છ બનાવવા માગે છે.

તેમનો આ પ્રયાસ નાઇજીરિયામાં ખૂબ વખાણાઈ રહ્યો છે. તેઓ હવે તેમની કળાને વિશ્વમાં પ્રમોટ કરવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો