પહેલી આયુષ્માન બેબી ‘કરિશ્મા’ની કહાણી

પહેલી આયુષ્માન બેબી ‘કરિશ્મા’ની કહાણી

આ છે હરિયાણાના કરનાલમાં રહેતી આઠ મહિનાની બાળકી કરિશ્મા. કરિશ્માને અહીં દરેક વ્યક્તિ ઓળખે છે. કરિશ્મા સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત જન્મ લેનારી પહેલી બાળકી છે.

હરિયાણામાં કરનાલની કલ્પના ચાવલા હૉસ્પિટલમાં કરિશ્માનો 15 ઑગસ્ટ 2018ના રોજ જન્મ થયો હતો.

તે સમયે આયુષ્માન ભારત યોજનાનું ટ્રાયલ ચાલી રહી હતી. બાળકીના જન્મ પર દાકતરીખર્ચ ઓછો થાય તે માટે કરિશ્માના માતાપિતાએ કલ્પના ચાવલા હોસ્પિટલની પસંદગી હતી.

તેમના પહેલા દીકરાનો જન્મ મોટા ઑપરેશનથી થયો હતો અને પરિવારે એ વખતે દેવું કરવું પડ્યું હતું.

કરિશ્માનો જન્મ થયો ત્યારે તેમનાં માતાપિતાએ એક રૂપિયો પણ ખર્ચ કરવો પડ્યો ન હતો.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળે છે. 23 સપ્ટેમ્બર 2018થી અમલી બનેલી આ યોજનાનો પાઇલટ પ્રોજેક્ટ ઓગસ્ટમાં હરિયાણામાં શરૂ થયો હતો. આ યોજના મુજબ ગરીબ પરિવારના દરેક સભ્ય માટે આયુષ્માન કાર્ડ બને છે, જેમાં હૉસ્પિટલમાં દાખલ થવા પર 5 લાખ રૂપિયા સુધીનો ઇલાજ મફત થાય છે.

કરિશ્માનાં માતાપિતાનું આયુષ્માન કાર્ડ બન્યું અને કરિશ્માના જન્મ પર તેમણે કોઈ પૈસા ન આપવા પડ્યા ત્યારે તેમને લાગ્યું કે બાકી નાની મોટી બીમારીનો ઇલાજ પણ મફત જ થશે. પરંતુ થોડાં મહિના બાદ તેમને સત્યતાથી સામનો થયો જ્યારે કરિશ્મા બીમાર પડી.

આયુષ્માન ભારત યોજના શરૂ થઈ તેને હજુ 8 મહિના જ થયા છે. સરકાર 10 કરોડ લોકો સુધી તેનો લાભ પહોંચાડવાનો દાવો કરી રહી છે.

બજેટમાં તેના માટે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ પણ છે. પરંતુ આ યોજનાના લાભાર્થીઓની માનવામાં આવે તો આ યોજનાને વધુ સારી બનાવવાની ઘણી શક્યતાઓ બાકી છે.

રિપોર્ટર – સરોજ સિંહ

કૅમેરા – પીયૂષ નાગપાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો