સ્પેશિયલ ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતવાવાળાં પ્રિયંકા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્પેશિયલ ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતવાવાળાં પ્રિયંકા

તમે ઑલિમ્પિક વિશે સાંભળ્યું હશે, તમે પેરાલિમ્પિક વિશે પણ સાંભળ્યું હશે. પણ શું તમે જાણો છો કે સ્પેશિયલ ઑલિમ્પિક પણ હોય છે, જેમાં intellectually disabled ખેલાડીઓ ભાગ લે છે?

માર્ચ મહિનામાં અબુ ધાબીમાં 15મા સમર સ્પેશિયલ ઑલિમ્પિકનું આયોજન થયું હતું, જેમાં 200 દેશોના આશરે 7500 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ સ્કેટિંગ જેવી બીજી ઘણી રમતોમાં 85 ગોલ્ડ મેડલ સહિત 368 મેડલ જીત્યા.

આ જ ખેલાડીઓમાંથી એક છે 19 વર્ષીય પ્રિયંકા દીવાન. પ્રિયંકાએ સ્કેટિંગની રમતમાં એક સુવર્ણ, એક સિલ્વર અને એક કાંસ્ય પદક જીત્યું છે.

પ્રિયંકા આઠ વર્ષની ઉંમરથી સ્કેટિંગ કરી રહ્યાં છે.

પ્રિયંકા આગામી સમયમાં પણ ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગે છે.

રિપોર્ટર : ગુરપ્રીત સૈની

શૂટ/એડિટ : મનીષ જાલુઈ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો