શું પુરુષની દાઢી તેમના માટે બની શકે છે બીમારીનું કારણ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પુરુષની દાઢીમાં શ્વાનની રુવાંટી કરતાં પણ વધારે જીવાણુ હોય છે!

શું તમને ખબર છે કે પુરુષોની દાઢી તેમના માટે ગંભીર બીમારીને નિમંત્રણ આપી શકે છે?

હા.. આવું કહી રહ્યાં છે સ્વિત્ઝરલૅન્ડના વૈજ્ઞાનિકો. તેમના સંશોધનમાં જાણવા મળ્યું છે કે પુરુષોની દાઢી શ્વાનની રુવાંટી કરતાં પણ વધારે ગંદી હોય છે.

આ સંશોધન સ્વિત્ઝરલૅન્ડના હિર્સલેન્ડેન ક્લિનિકમાં કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષણ પાછળ મુખ્ય ઉદ્દેશ એ જાણવાનો હતો કે મનુષ્યો માટે બનાવાયેલી MRI મશીનથી શ્વાનનું પણ પરીક્ષણ થઈ શકે છે ખરા?

જે પરીણામ આવ્યાં તે ચોંકાવનારા હતાં. સંશોધન પ્રમાણે શ્વાન દાઢી ધરાવતા પુરુષોની સરખામણીએ વધારે સ્વચ્છ હતા.

આ વાત સંશોધન કરનારા વૈજ્ઞાનિક એન્ડ્રેસ ગુટઝેઇટે બીબીસીને જણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો