2002નાં રમખાણોનાં પીડિતા બિલકીસબાનોની આપવીતી

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગુજરાત રમખાણોનાં પીડિતા બિલકીસબાનોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે તેને બિલકીસબાનોએ આવકાર્યો છે.

બીબીસી સંવાદદાતા મેહુલ મકવાણા સાથેની ખાસ વાતચીતમાં બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. જોકે, બિલકીસબાનો ન્યાય મેળવવા માટે તેમણે કરેલા સંઘર્ષને યાદ કરતા-કરતા ભાવુક થઈ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેટે 50 લાખ રૂપિયા અને ઘર તથા નોકરી આપવાનો આદેશ આપ્યો હતો.

જુઓ બિલકીસબાનો સાથેની મુલાકાતના કેટલાંક અંશો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો