વેનેઝુએલામાં સત્તા સંઘર્ષ ચરમસીમાએ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વેનેઝુએલા સંકટ, રાષ્ટ્રપતિએ કહ્યું ગ્વાઇદોને સેનાનું સમર્થન નહીં મળે

રાષ્ટ્રપતિ નિકોલસ મદુરાઓને સત્તા પરથી હટાવવા માટે ભારે પ્રદર્શન થયા તે છતાં તેઓ પોતાનું પદ સંભાળી રહ્યા છે.

અમેરિકાનું કહેવું છે કે મદુરાઓ દેશ છોડીને જવાના હતા. પરંતુ રશિયાના હસ્તક્ષેપના કારણે તેમણે પોતાની યોજના બદલી નાખી.

હાલ લાગી રહ્યું છે કે તેમની સત્તાને પડકાર આપી રહેલા વિપક્ષી નેતા ખ્વાન ગ્વાઇદોને આખી સેનાનું સમર્થન મળ્યું નથી, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ સંઘર્ષ ચાલુ રાખશે.

તેમનું એમ પણ કહેવું છે કે તેઓ જ વેનેઝુએલાના કાયદેસર રાષ્ટ્રપતિ છે અને તેમનો દાવો છે કે સેના મદુરાઓ વિરુદ્ધ જઈ રહી છે. બન્ને પક્ષો તરફથી દાવો કરાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા