રાજસ્થાનની ચુરૂ લોકસભા સીટ પરથી લડી રહ્યા છે એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર

રાજસ્થાનની ચુરૂ લોકસભા સીટ પરથી લડી રહ્યા છે એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર

રાજસ્થાનની ચુરૂ લોકસભા સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયા ચૂંટણી લડી રહ્યા છે.

ખાસ વાત એ છે કે તેઓ રાજસ્થાનની સાથે સાથે સાત રાજ્યોની કુલ 51 લોકસભા સીટ પર ઉમેદવારી કરતા કૉંગ્રેસ કે ભાજપના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે.

17મી લોકસભાની ચૂંટણીમાં બેઉ મુખ્ય પક્ષોના ઉમેદવારો પર નજર નાંખીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે.

ભાજપ અને કૉંગ્રેસે રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા મહત્ત્વના ઉત્તર-ભારતીય રાજ્યોમાં કોઈ બેઠકો પર મુસ્લિમ ઉમેદવાર નથી ઉભા રાખ્યા.

51 બેઠકોની પાંચમા તબક્કાની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક ઉમેદવાર રફીક મંડેલિયાને લીધે અપવાદ બની છે.

જુઓ બીબીસી સંવાદદાતા પ્રિયંકા દુબેનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો