સુરતમાં ભીષણ આગનાકારણે વિદ્યાર્થીઓ સહિત 15 લોકોનાં મૃત્યુ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

Surat Fire : સુરતમાં ભીષણ આગના કારણે વિદ્યાર્થીઓ સહિત 15 લોકોનાં મૃત્યુ

સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે.

આગને ઓલવવા માટે 18થી 19 ફાયરબ્રિગેડની ગાડી કામે લાગી હતી. ફાયરબ્રિગેડે આ ઘટના પર 'બ્રિગેડ કૉલ' જાહેર કર્યો હતો.

આગથી બચવા માટે ઇમારતના ત્રીજા માળેથી વિદ્યાર્થીઓએ છલાંગ લગાવી હતી.

મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા સહાયપેટે આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા