17મી લોકસભાનાં સૌથી યુવા સાંસદ ચંદ્રાણી મુર્મૂ સાથે મુલાકાત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

17મી લોકસભાનાં સૌથી યુવા સાંસદ ચંદ્રાણી મુર્મૂ સાથે મુલાકાત

થોડા સમય પહેલા સુધી ચંદ્રાણી કોઈ પણ અન્ય યુવાની જેમ સારી કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં, પરંતુ અચાનક તેમનો રસ્તો રાજકારણ તરફ વળ્યો.

ચંદ્રાણી મુર્મૂ ઓડિશાની ક્યોંજર લોકસભા સીટ પર જીતીને સંસદ સુધી પહોંચ્યાં છે અને સૌથી યુવા મહિલા સાંસદ બન્યાં છે.

25 વર્ષ 11 મહિનાની ઉંમરમાં ચંદ્રાણી સૌથી ઓછી ઉંમરનાં સાંસદ પણ બની ગયાં છે.

ચંદ્રાણી જણાવે છે કે ચૂંટણીના થોડા સમય પહેલા જ તેમને આ તક મળી.

ચંદ્રાણી મુર્મૂએ મેકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને તેઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં હતાં.

પહેલી વખત રાજકારણમાં પગ મૂકનારાં યુવા સાંસદ ચંદ્રાણી વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો