મેન્સ્ટ્રુઅલ કપથી બદલાશે આ છોકરીઓનું જીવન?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મૅન્સ્ટુઅલ કપ બદલી શકશે આ છોકરીઓનું જીવન?

આફ્રિકન દેશ મલાવીમાં સેનિટરી પૅડના એક પૅકેટની કિંમત એક દિવસની કમાણી સમાન છે. આ કારણોસર અહીં છોકરીઓ પિરિયડ્સ દરમિયાન સેનિટરી પૅડનો ઉપયોગ કરી શકતી નથી.

તેઓ દર મહિને પાંચથી સાત દિવસ સ્કૂલે જતી નથી કેમ કે કપડું વાપરવાના કારણે તેમને ઘણી સમસ્યાઓ થાય છે.

અહીં એક પ્રોજેક્ટ અંતર્ગત છોકરીઓને મેન્સ્ટ્રુઅલ કપ આપવામાં આવી રહ્યા છે જેથી પિરિયડ્સ સાથે જોડાયેલી તેમની સમસ્યાઓને થોડી ઓછી કરી શકાય.

મેન્સ્ટ્રુઅલ કપનું સમર્થન કરતાં લોકોનું કહેવું છે કે તે સેનિટરી પૅડ્સની સરખામણીએ સસ્તા હોય છે અને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ચાલે છે. સાથે જ તેનાથી કોઈ કચરો પણ ફેલાતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો