YouTube પર કમાણી કરતા આ બાળકી પાસેથી શીખો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

YouTube પર કેવી રીતે બનાવવો વીડિયો, શીખો આ બાળકી પાસેથી

10 વર્ષની ઉંમરે YouTube પર ધમાલ મચાવતાં અન્નત્યાની કહાણી ખૂબ રસપ્રદ છે. યૂટ્યૂબ પર તેમનાં આશરે 30 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.

પરંતુ અન્નત્યા આખરે MyMissAnand કેવી રીતે બન્યાં?

તો કેટલા સમયમાં તેઓ બનાવે છે પોતાનો વીડિયો અને કેવી રીતે પસંદ કરે છે પોતાનો વિષય? અન્નત્યાથી યૂટ્યૂબ સ્ટાર બનવાની સંપૂર્ણ કહાણી અહીં જુઓ.

અન્નત્યા નોઇડામાં રહે છે. તેમનાં ફઈ પહેલેથી જ પોતાની યૂટ્યૂબ ચેનલ ચલાવતા હતાં. તેમને જ જોઈને અન્નત્યાનાં માતાપિતાને પોતાની દીકરી માટે યૂટ્યૂબ ચેનલ બનાવવાનો વિચાર આવ્યો.

કૅમેરાની સામે આવતા જ અન્નત્યાના હાવ-ભાવ એકદમ બદલાઈ જાય છે.

અન્નત્યા ચાર વર્ષનાં હતાં જ્યારે તેમણે પોતાની પહેલો વીડિયો બનાવ્યો હતો. સબ્સ્ક્રાઇબર્સ વધતાં તેઓ યૂટ્યૂબ પર સ્ટાર અને બની ગયાં અને બાળકો વચ્ચે ખૂબ પ્રખ્યાત પણ બની ગયાં.

તેમનો વીડિયો કેટલો ચાલ્યો, કેટલો નહીં, તેનો હિસાબ તેઓ જાતે નહીં પણ તેમનાં માતાપિતા રાખે છે.

યૂટ્યૂબ પર વીડિયો ચઢતાં જ અન્નત્યા જ તેને સૌથી પહેલા જુએ છે.

તેઓ પાંચમા ધોરણમાં ભણે છે. તેઓ ભણતરમાં પણ એટલું જ મન લગાવે છે જેટલું મન વીડિયો બનાવવામાં લગાવે છે.

એક વીડિયો માટે તેમણે આશરે 5-8 કલાક શૂટિંગ કરવું પડે છે.

બીજા બધા કામ જેમ કે વિષય પસંદ કરવાથી માંડીને સ્ક્રિપ્ટિંગ, એડિટિંગ અને રિવ્યૂ કરવું, તે બધું જ તેમનાં મમ્મી અને ફૂવા કરે છે. આ બધા કામ માટે તેમની આખી ટીમ પણ છે.

રિપોર્ટર – સરોજ સિંહ

શૂટ એડિટ – મનીષ જાલુઈ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો