સૅન્ડવિચ જનરેશન વિશે કેટલું જાણો છો તમે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સૅન્ડવિચ જનરેશન શું છે અને તમે એના વિશે કેટલું જાણો છો

જો કોઈને પૂછવામાં આવે કે તેમને પોતાનાં માતાપિતાનું ધ્યાન રાખવું કેવું લાગે છે? તો કોઈ પણ વ્યક્તિ કહેશે કે તેમાં ખુશી મળે છે, એ મારી જવાબદારી છે અને તેમણે નાનપણમાં મારું ધ્યાન રાખ્યું છે.

પરંતુ વૃદ્ધો માટે કામ કરતી એક એનજીઓ હેલ્પએજ ઇન્ડિયાના સર્વે પ્રમાણે 29% લોકોને પોતાનાં ઘરનાં વડીલોનું ધ્યાન રાખવું બોજ સમાન લાગે છે. 15% લોકો તો એવા છે જેમને આ કામ ખૂબ મોટું ભાર લાગે છે.

આ લોકો સૅન્ડવિચ જનરેશન સાથે સંબંધ ધરાવે છે કે જેઓ ઘણી જવાબદારીઓથી એકસાથે ઘેરાયેલા છે.

આ સર્વે ‘ટિયર વન’ અને ‘ટિયર ટૂ’ વાળા 20 શહેરોમાં કરવામાં આવ્યો હતો. તેમાં 30-50 વર્ષની ઉંમર ધરાવતાં લોકો સાથે વાત કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા