ક્યૂટ વસ્તુઓ જોઈને તેને જકડી લેવાની ઇચ્છા કેમ થાય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ક્યૂટ ગલુડિયું કે બાળક જોઈને તેમને પકડી લેવાની ઇચ્છા કેમ થાય છે?

શું તમે ક્યારે કોઈ ક્યૂટ બાળક જોવો છો, ત્યારે તમને એવું થાય છે કે તેને બકી કરી લઉ? ક્યારેય નાનું ગલુડિયું જોઈને તમને તેને પિંચ કરવાનું મન થયું?

આવી ટેવ પાછળ શું કારણ જવાબદાર છે તે જાણવા માટે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના સંશોધકોને જાણવા મળ્યું છે કે લોકોને જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખૂબ ક્યૂટ લાગે છે ત્યારે તેમની અંદર તેને જકડી લેવાની ભાવના ઉત્પન્ન થાય છે અને તે એક પ્રકારની પ્રેમની ભાવના જ છે.

યેલના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે લોકો નાના બાળકો અથવા તો પ્રાણીઓ જુએ છે ત્યારે તેમની અંદર આક્રમક ભાવના જાગી જાય છે, પરંતુ ખરેખર તેનાથી તેઓ તેમને કોઈ નુકસાન પહોંચાડવા માગતા હોતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો