'મને ખબર હતી કે હું છેલ્લી વખત મારા દીકરાને જોઈ રહી છું'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'મને ખબર હતી કે હું છેલ્લી વખત મારા દીકરાને જોઈ રહી છું'

અલ સાલ્વાડોરમાંથી લોકોનાં માઇગ્રેશનનો મુદ્દો હાલ ગંભીર બન્યો છે. લોકો સીમા પાર કરીને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવા લોકોમાંથી એક હતા ઑસ્કર એલ્બર્ટો માર્ટિનેઝ. તેઓ પણ પોતાના પરિવારને મદદ કરવા અને તેમના માટે કંઈક કરવા સીમા પાર કરીને મૅક્સિકોના રસ્તે અમેરિકા પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પણ એવું થઈ ન શક્યું અને તેમનું પોતાની માત્ર 23 મહિનાની દીકરી સાથે ડૂબી જતાં મૃત્યુ થઈ ગયું.

તેમનાં માતા રોઝા રેમિરેઝે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે તેમને ત્યારે કેવું લાગ્યું હતું જ્યારે તેમનો દીકરો અને પૌત્રી એવા પ્રવાસ પર નીકળ્યા હતા જ્યાંથી તેઓ ક્યારેય પરત ફરવાના ન હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો