જ્યાં ગાર્ડ તરીકે નોકરી કરે છે ત્યાં હવે વિદ્યાર્થી બનીને રશિયન ભણશે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યાં ગાર્ડ તરીકે નોકરી કરે છે, ત્યાં હવે વિદ્યાર્થી બનીને ભણશે

દિલ્હીની જેએનયૂમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રામજલ મીણા હવે અહીંના વિદ્યાર્થી બનશે.

તેમને પહેલાંથી જ ભણવાની ધગશ હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓએ સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી હતી અને વધુ અભ્યાસ કરી શક્યા નહીં.

જોકે તેઓની અભ્યાસ પ્રત્યેની ધગશ ઓછી ન થઈ. પરિસરમાં તેઓ નોકરી કરતાં કરતાં પણ વાંચે છે.

રામજલ મીણા કહે છે કે તેઓ રોજના આઠ-દસ કલાક મહેનત કરે છે.

જુઓ સિંધુવાસિની, સાહિબા ખાનનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો