જન્મથી માથા સાથે જોડાયેલી જોડિયા બહેનો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જન્મથી માથા સાથે જોડાયેલી બહેનોનું ઑપરેશન સફળ થશે?

લંડનની ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલમાં જન્મથી માથા સાથે જોડાયેલી જોડિયા બહેનનું ઑપરેશન કરી બંનેને અલગ કરવા પ્રયાસ હાથ ધરાયા છે.

આ બંને બહેનોનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. માથાથી જોડાયેલી સફા અને મારવાએ ક્યારેય એકબીજાને જોયા નથી.

તેમનાં માતા લગભગ બે વર્ષથી તેમની દીકરીઓ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. તેમને આશા છે કે બધું બરાબર થઈ જશે.

ડૉક્ટર કહે છે કે આ સર્જરી ખૂબ જટિલ છે. કેટલાક મહિનાના અંતરે ત્રણ તબક્કામાં સર્જરી કરવામાં આવે છે.

અંતિમ ઑપરેશન ન થાય ત્યાં સુધી જોડિયા બહેનો શારીરિક રીતે અલગ નહીં થઈ શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો