ઑટોરિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવનારી વ્યક્તિ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ વ્યક્તિ જેણે ઑટોરિક્ષાને ઍમ્બુલન્સ બનાવી દીધી

76 વર્ષીય હરજિંદર સિંહ દિલ્હીમાં ફ્રી ઑટો ઍમ્બુલન્સ ચલાવે છે. તેઓ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મફતમાં હૉસ્પિટલ લઈ જાય છે.

ઘાયલ લોકોને મદદ મળી રહે તે માટે તેઓ ઘટનાસ્થળે જ ઘાયલને પ્રાથમિક સારવાર આપે છે. તેના માટે તેઓ પોતાની રિક્ષામાં જ ફર્સ્ટ એઇડ બૉક્સ પણ રાખે છે.

તેમના કામને દિલ્હી પોલીસે પણ બિરદાવ્યું છે અને તેમને સન્માનિત કર્યા છે. લોકોની મદદ કરવા માટે તેઓ આ ઉંમરે પણ 12-14 કલાક રિક્ષા ચલાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા