સુરતમાં કાપડનો ઉદ્યોગ બંધ થવાને આરે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સુરતમાં કાપડનો ઉદ્યોગ બંધ થવાને આરે?

ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું સુરત છેલ્લાં કેટલાક સમયથી મરણ પથારીએ પડ્યું હોય તેવા સમયમાં પહોંચી ગયું છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાયાની એવી મિલોમાં સતત પ્રોડક્શન ઘટી રહ્યું છે. તેનાથી સવાલ થાય છે કે શું સુરતમાં હવે કાપડનો ઉદ્યોગ બંધ થવાને આરે છે?

સુરતનો કાપડ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે પરંતુ હાલ લોકો પાસે કરવા માટે કંઈ કામ બચ્યું નથી.

તે જ કારણ છે કે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં અંદાજે 50 મિલો બંધ થઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર માત્ર છેલ્લાં ત્રણ મહિના દરમિયાન જ 20 મિલ બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ જે મિલમાં કામ ચાલી રહ્યું છે તેમાં પણ પ્રોડક્શન 100%ના બદલે માત્ર 50-70 ટકા જ થઈ રહ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે આ મિલોમાં પહેલા જે 4.5 કરોડ મીટર પ્રતિદિવસના પ્રોડક્શન સાથે 100% કામ થતું હતું તે હવે ઘટીને 3 કરોડ મીટર પ્રતિદિવસ જ રહી ગયું છે.

સામાન્યપણે 15 જુલાઈથી દર વર્ષે કાપડ માર્કેટમાં ધમધમાટ જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે માર્કેટમાં ગ્રાહકોની સંખ્યા ઘણી ઓછી વર્તાઈ રહી છે.

તેવામાં સવાલ એ ઊભો થાય છે કે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી આ મંદીનું કારણ GST છે? કેમ કે GST પહેલાં કાપડ પર કોઈ ટેક્સ લાગતો ન હતો.

કાપડ ઉદ્યોગની સાથે ઍમ્બ્રૉડરીના પણ 80% યુનિટ બંધ પડ્યા છે. તેવામાં જો માર્કેટમાં તેજી નહીં આવે તો વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો