એમેઝોનમાં આગ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બ્રાઝિલ : 2,700 કિમી દૂર એમેઝોનની આગની અસર વર્તાઈ

બ્રાઝિલમાં આવેલા એમેઝોનના જંગલમાં ભીષણ આગ લાગી છે. એવકઆસ એજન્સીનાં તારણો પ્રમાણે આ આગ 84 ટકાના દરે આગળ વધી રહી છે.

આ આગ એટલી ભયંકર છે કે જંગલોથી લગભગ 2,700 કિલોમિટર દૂર આવેલા સાઓ પૉલો સુધી ધુમાડો અને અંધારું છવાઈ ગયા છે.

પર્યાવરણવિદો આ આગના કારણે મોટા પાયે ગ્રીન હાઉસ અસર ઊભી થવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે.

જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ બોલ્સોનારો કહી રહ્યા છે કે અવકાશ એજન્સીના અધ્યક્ષ આંકડાને વધારીને રજૂ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો