રિવૅન્જ પોર્નનો શિકાર બનેલાં મહિલાઓને મદદે આવ્યાં કેટ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ મહિલા જે રિવૅન્જ પોર્નનો શિકાર બનેલી સ્ત્રીઓને મદદ કરે છે

ઇન્ટરનેટની દુનિયામાં એક નવું દૂષણ જન્મ લઈ રહ્યું છે જેનું નામ છે રિવૅન્જ પોર્ન.

રિવૅન્જ પોર્નમાં વ્યક્તિ બદલાની ભાવના સાથે પૂર્વ સાથીની અંગત પળોના વીડિયો પોર્ન વેબસાઇટ પર મૂકી દે છે.

આ દૂષણનો શિકાર બનેલા પીડિત મહિલાઓના રક્ષણ માટે લંડનના એક મહિલા અભિયાન ચલાવી રહ્યા છે.

તેમનું માનવું છે કે હાલના કાયદા પીડિતાના રક્ષણ માટે પૂરતા નથી.

બીબીસીના જેમ ઑ'રેઇલીએ આવા જ એક પીડિતા સાથે વાતચીત કરી.

પીડિતાનું કહેવું છે કે વારંવારના પ્રયત્નો છતાં તેમની તસવીરો વેબસાઇટે હઠાવી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો