'એકલતા વિશ્વાસને ડગાવે છે, તેમાંથી બહાર આવવું જરૂરી'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

Mental Health : એકલતાથી પીડાતા યુવાનની કહાણી

24 વર્ષીય ફ્રીલાન્સ આર્કિટેક્ટ કૌશિક શ્રીનિવાસને એકલા હોવાનો અહેસાસ થતો જેના કારણે તેમનો વિશ્વાસ ડગી ગયો.

તેમને મિત્રોની સાથે સમય પસાર કરવો ગમે છે, પરંતુ તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાવવામાં ડર લાગે છે.

અંદરને અંદર તેમને એકલા હોવાનો અહેસાસ થાય છે. રાત્રે ઊંઘતા સમયે તેમને વિચિત્ર સપનાંઓ આવતાં હતાં.

એ દિવસોમાં તેમને કોઈ પણ સમજી શક્યું નહોતું.

18 વર્ષની ઉંમરે તે બીજાથી ખૂબ અલગ હોવાના કારણે તેમને ઘણા અંશે એકલા હોવાનો અહેસાસ થતો.

તેમને આત્મવિશ્વાસ પણ ડગી ગયો હતો.

આ પછી તેમણે ડૉક્ટરની સલાહ લેવાનું વિચાર્યું.

ડૉક્ટરને મળવું મારા માટે ઘણું મદદગાર સાબિત થયું.

તેમનું માનવું છે કે જ્યારે તમને તાવ આવે તો તમે ડૉક્ટરની પાસે જાવ છો. એમ જ પોતાની યોગ્ય મૅન્ટલ હેલ્થને લઈને પણ લોકોએ આ રીતે જ સજાગ રહેવું જોઈએ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો