સરકાર પર દબાણ વધારવા લેબેનોનની સડકો પર ઉગ્ર પ્રદર્શનો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વૉટ્સઍપ કૉલ પર ટૅક્સ લાગતા લોકો ઊતરી આવ્યા રસ્તા પર

વૉટ્સઍપ પર કૉલ કરવાનો ટેક્સ લગાડવાના વિરોધમાં લેબેનોનમાં લોકો રસ્તા પર ઊતર્યા છે.

વૉટ્સઍપ કૉલ પર લગાવેલો કર તો એક બહાનું છે પણ આ સિવાય દેશની કથળતી આર્થિક હાલત અને ભ્રષ્ટાચારને કારણે લોકો પરેશાન છે.

તેમને વડા પ્રધાન સાદ હરીરી સામે ભારે અસંતોષ છે.

જોકે ભારે પ્રદર્શનને પગલે વડા પ્રધાન સાદ હરીરીએ સુધારા પૅકેજની જાહેરાત કરી છે પરંતુ તેનો કોઈ અસર થઈ નથી.

પ્રદર્શનકારીઓનું માનવું છે કે વિરોધ-પ્રદર્શનની બાબતે આખા દેશમાં એકતાની ભાવના બળવત્તર થઈ છે.

જોકે આ પ્રદર્શનકારીઓ પર તેમના પીએમે આપેલી ખાતરીની કોઈ અસર થઈ નથી. તેઓ તેમના આ નેતાઓને જેલના સળિયા પાછળ મોકલવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો