નાસાના મિશન 2020નું નેતૃત્વ કરી રહેલાં આ મહિલા કોણ છે?

નાસાના મિશન 2020નું નેતૃત્વ કરી રહેલાં આ મહિલા કોણ છે?

મિમી ઑંગ નાસાના 2020 મિશન ટુ માર્સનું નેતૃત્વ કરી રહ્યાં છે.

જો નાસાનું મિશન સફળ થયું તો તેઓ મંગળ પર પહેલું ઍરક્રાફટ મોકલવામાં સફળ થશે.

જે સ્ત્રી આ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે તેમના શિરે પણ મોટો પડકાર છે.

જ્યાં સ્ત્રી કર્મચારીઓની સંખ્યા ત્રીજા ભાગ કરતા પણ ઓછી છે એવા નાસામાં મિમી ઑંગ અગ્રણી વૈજ્ઞાનિકોમાંનાં એક છે.

મીમી નાસાના માર્સ હેલિકૉપ્ટરની જેટ પ્રોપલસન લૅબોરેટરીની પ્રોજેકટ મૅનેજર છે.

તેઓ કહે છે કે જ્યારે તમે ટીમ સાથે કોઈ નવું સાહસ પહેલી વાર કરી રહ્યા હોવ ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડે.

બીબીસીની 100 વુમન સિરીઝ હેઠળ અમે તેમને પૂછયું કે એક સ્ત્રી તરીકે નાસામાં હોવાનો અનુભવ કેવો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો