સોનું ખરીદનારાઓની ભીડ આ વખતે દુકાનોમાં ઓછી કેમ?

સોનું ખરીદનારાઓની ભીડ આ વખતે દુકાનોમાં ઓછી કેમ?

છેલ્લા ચાર મહિનામાં સોનાનો ભાવ 40 હજાર સુધી પહોંચી ગયો છે.

વેપારીઓ પણ સોનાના ખરીદારો માટે અલગઅલગ ડિસ્કાઉન્ટ સ્કિમ્સ લઈને આવ્યા છે. કેટલાક વેપારીઓ મૅકિંગ ચાર્જ પર 50 ટકાની છૂટ આપી રહ્યા છે.

કેટલાક લોકો સોનાનો ભાવ ગમે તેટલો ઉપર હોય પરંતુ ધનતેરસની ખરીદીમાં કોઈ કમી છોડતા નથી કારણકે તેઓ આ ખરીદીને રોકાણ ઉપરાંત શુકન સાથે પણ જોડે છે.

કેટલાક થોડું તો થોડું પણ ધનતેરસમાં શુકનના ભાગ રુપે પણ સોનું ખરીદવાનું ચુકતા નથી તો કેટલાક જુના દાગીના તોડી નવા બનાવડાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો