ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવવું મહિલાઓ માટે કેટલું મુશ્કેલ છે?

ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવવું મહિલાઓ માટે કેટલું મુશ્કેલ છે?

આંતરરાષ્ટ્રીય જનરલ ઑફ ઍપ્લાઇડ રિસર્ચ અનુસાર દુનિયામાં 15 ટકા મહિલાઓ મા બની શકતી નથી.

દુનિયાભરમાં હજુ સિધી 42 મહિલાઓએ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.

જે મહિલાઓને જન્મથી જ ગર્ભાશય ન હોય અથવા જેઓ ગર્ભ ધારણ કરવા સક્ષમ નથી તેઓ ટ્રાન્સ્પ્લાન્ટની મદદથી અન્ય મહિલાનું ગર્ભાશય મેળવી શકે છે.

ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં લિવિંગ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. એટલે કે જીવિત મહિલાનું જ ગર્ભાશય લઈ શકાય છે.

ટ્રાન્સપ્લાન્ટમાં ડૉનરની ઉંમર 40થી 60 વર્ષની હોવી જોઈએ. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટમાં સાતથી દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો