કુસ્તીની સદીઓ જુની પરંપરાને પડકારતાં જાપાની મહિલા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાપાનમાં કુસ્તીની વર્ષો જૂની પરંપરાને પડકારતાં મહિલા

જાપાનમાં સુમો કુસ્તીની રિંગમાં મહિલાના પ્રવેશને અશુભ માનવામાં આવે છે. પરંતુ હિયોરીઆ એ પરંપરાને પડકારી છે. તેઓ પ્રાથમિક શાળાથી સુમો કુસ્તીની તાલીમ લઈ રહ્યા છે.

21 વર્ષનાં હિયોરી માને છે કે એક વાર રિંગમાં ઊતરો પછી તમે એક કુસ્તીબાજ છો, એક મહિલા કે પુરુષનો ભેદ રહેતો નથી.

મહિલાઓના પ્રવેશને અશુભ મનાતો હોવાથી મહિલાઓ માટે સુમો કૉચ મળવા મુશ્કેલ છે.

પરંતુ હિયોરી માને છે કે ભવિષ્યમાં જાપાનની મહિલાઓ સુમો કુસ્તીની ઑલમ્પિકમાં પણ ભાગ લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો