બાળકો વગરના કલાસરૂમથી પરેશાન શાળાએ દાદીમાઓને ભણાવવા માટે દરવાજા ખોલ્યા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અહીં નાનાં બાળકો નહીં દાદીઓ પહેલા ધોરણમાં ભણવાં બેઠાં

સાઉથ કોરિયામાં બાળકો ઓછા છે. વિશ્વમાં અહીં સૌથી ઓછો જન્મદર છે. મોટા પ્રમાણમાં તેની અસર ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં દેખાય છે.

પહેલા એવી પરંપરા હતી કે માત્ર છોકરાઓને જ શાળામાં મોકલવામાં આવતા છોકરીઓને નહીં.

તેનું મુખ્ય કારણ હતું ગરીબી. આ ગ્રામીણ શાળામાં એક સમયે દરેક ધોરણમાં 90 બાળકો હતાં.

હવે સમગ્ર શાળામાં માત્ર 22 જ છે. ગત વર્ષે પહેલા ધોરણમાં કોઈ જ બાળક નહોતું એટલે દાદીમાં એ પૂછયું શું અમે આવી શકીએ?

વિશ્વમાં અહીંનો જન્મદર સૌથી નીચો છે, જેના કારણે દક્ષિણ કોરિયાના ગ્રામીણ વિસ્તારમાં બાળકોને જોવા જાણે અલભ્ય વાત બની ગઈ છે.

મદદ કરવા અધિકારીઓએ બેબી યુનિટ શરૂ કર્યું છે, જેનાથી યુવા માતાઓને મદદ મળી શકે. એટલે તેઓ અહીં સગવડતાથી રહી શકે. જુઓ વીડિયો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો