ડોનાલ્ડ ટ્રમ્પના મહાઅભિયોગ મામલે ચર્ચા પણ થશે અને મતદાન પણ - નેન્સી પેલોસી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગનો મામલો હવે પ્રતિનિધિ સભામાં પહોંચ્યો છે.

સ્પીકર નેન્સી પલોસીએ કહ્યું છે કે હાઉસમાં ટ્રમ્પ સામે મહાભિયોગ મામલે ચર્ચા પણ થશે અને મતદાન પણ થશે.

એમણે એમ પણ કહ્યું કે આપણી લોકશાહી ખતરામાં છે.

જોકે હાઉસમાં ડેમૉક્રેટિક્સની બહુમતી છે એટલે ટ્રમ્પ સામે મહાઅભિયોગ હાઉસમાં પસાર થઈ શકે છે. પરંતુ ટ્રમ્પને દૂર કરવા હશે તો મહાભિયોગ પ્રક્રિયાને સેનેટમાં બે તૃતીયાંશની બહુમતી જોઈએ.

સૅનેટમાં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન્સનું વર્ચસ્વ છે એટલે પ્રાથમિક તબક્કે ટ્રમ્પ સામેનો મહાઅભિયોગ પ્રસ્તાવ પસાર કરવો મુશ્કેલ છે.

જો અમેરિકના પ્રમુખ સામેનો આ પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો તે આવનારી પ્રમુખપદની ચૂંટણીની દિશા પણ બદલી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ મહાઅભિયોગની કાર્યવાહીને ભાવ નથી આપ્યો.

અમેરિકાની રાજનીતિની દિશા બદલી શકે તેવા આ મહાઅભિયોગ મામલે શું ચાલી રહ્યું છે તે જાણવા જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો