મેવાણીએ વિધાનસભામાંથી સસ્પેન્ડ થયા બાદ કહ્યું ‘માફી તો નહીં જ માગું’
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મેવાણીએ વિધાનસભામાંથી સસ્પેન્ડ થયા બાદ કહ્યું ‘માફી તો નહીં જ માગું’

ગુજરાતમાં સોમવારથી વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થયો છે.

બંધારણ દિવસની ઉજવણીના પ્રસ્તાવ પર ચર્ચા અંગે તેમને ત્રણ દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિધાનસભાના સ્પીકરે કહ્યું હતું કે જો મેવાણી માફી માગે, તો વિચારવામાં આવશે કે વિધાનસભા સત્રના બાકી દિવસોમાં આવી શકે કે નહીં.

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું:

"ગૃહમાં ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો બંધારણ દિવસની ઉજવણીની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે જિગ્નેશ મેવાણીએ તેમાં અવરોધ ઊભો કરતા તેમને ગૃહમાંથી કાઢવાના સંજોગ ઊભા થયા હતા."

આ પહેલાં બિનસચિવાલય પરીક્ષા વિવાદ સહિતના પ્રશ્નોને લઈને ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કૉંગ્રેસ પાર્ટી દ્વારા અગાઉ કરવામાં આવી હતી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો