CAA : છેલ્લાં 30 વર્ષથી ભારતીય નાગરિકતાની રાહ જોતાં તમિળ લોકો
એનસીપી નેતા શરદ પવારે શનિવારે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદામાં શ્રીલંકાના તમિળ લોકોનો સમાવેશ કેમ નથી કરવામાં આવ્યો?
નાગરિકતા સંશોધન કાયદા પર દેશમાં વિરોધપ્રદર્શનો ચાલે છે અને અનેક લોકો એનું સમર્થન પણ કરે છે ત્યારે શ્રીલંકાના તમિળ લોકો છેલ્લાં 30 વર્ષથી ભારતમાં રૅફ્યુજી કૅમ્પમાં રહે છે. તેઓ હજુ પણ ભારતની નાગરિકતા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
તામિલનાડુના કુડ્ડલોર જિલ્લાના કુરિન્જીપડી વિસ્તારમાં આવેલા રેફ્યુજી કૅમ્પમાં 169 કુટુંબના 525 તમિળ લોકો રહે છે.
તેઓ કહે છે કે આ ખરેખર દુખદ છે કે બે પેઢીઓ પછી પણ ભારત સરકાર અમને નાગરિક નથી ગણતી.
તેઓ કહે છે કે અમે શાળામાં જઈએ કે હૉસ્પિટલ કે પછી રોજગાર મેળવવા- બધે જ તેઓ રૅફ્યુજી સર્ટિફિકેટ માગે છે. તેમને બીક લાગે છે અને વિચારે છે કે અમે કંઈક ખરાબ કરીશું.
આ લોકો 1990માં ભારત આવ્યા પછીથી અહીં જ રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો