એક ચૉકલેટ ખાધા પછી કૅલરી બાળવા શું કરવું જોઈએ?

એક ચૉકલેટ ખાધા પછી કૅલરી બાળવા શું કરવું જોઈએ?

એક ચૉકલેટ ખાઓ છો ત્યારે તમે ક્યારેય વિચારો છો કે તેમાંથી મળતી કૅલરી બાળવા માટે તમારે કેટલું દોડવું પડશે.

સંશોધકોનું માનવું છે કે જો આ પ્રકારની માહિતીનું વિસ્તરણ થશે તો લોકો વધારે તંદુરસ્ત જીવન જીવી શકશે.

એટલું જ નહીં પરંતુ મેદસ્વીતાના પડકારને પહોંચી વળવામાં મદદ મળશે.

મોટા ભાગના દેશોમાં ખોરાક પર તેમાં રહેલી કૅલરી, ફેટ, સુગર અને મીઠા વિશેની માહિતીનો સમાવેશ કરાતો હોય છે.

પણ સંશોધકોનું માનવું છે કે હાલની સિસ્ટમ એટલી કારગત નથી અને તેથી મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો