બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ-વુમન ઑફ ધ ઇયર ઍવૉર્ડ 2019
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ-વુમન ઑફ ધ ઇયર ઍવૉર્ડ 2019
બીબીસી ભારતમાં પ્રથમ વખત મહિલા ખેલાડીઓનને સન્માનવા માટે Indian Sportswoman Of The Year Award 2019 લાવ્યું છે.
બીબીસી વધુ અને વધુ મહિલા તથા યુવા વાચકો અને દર્શકો સુધી પહોંચવા માટે પ્રયાસરત રહે છે તથા આ પુરસ્કાર પણ એ અભિયાનના ભાગરુપ જ છે.
બીબીસીએ ચૂંટેલી જૂરી પુરસ્કાર માટે પાંચ મહિલા ખેલાડીઓનાં નામ નક્કી કર્યાં છે.
આ જૂરીમાં દેશના અનેક વરિષ્ઠ ખેલપત્રકાર, ખેલજાણકાર અને ખેલલેખક સામેલ હતાં.
ફેબ્રુઆરી મહિનામાં આ નામોની જાહેરાત થશે.
આપ બીબીસી હિંદી કે ભારતની અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની વેબસાઇટ ઉપર જઈને પાંચ ખેલાડીમાંથી તમારી પસંદના ખેલાડીને માટે વોટ કરી શકશો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો