ઈરાકમાં અમેરિકન સૈનિક
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઈરાને અમેરિકન ઠેકાણાં પર મચાવી છે આવી તબાહી

ઈરાન અમેરિકાના ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા જનરલ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે આતુર છે.

સુલેમાનીના મોત બાદ ઈરાન દ્વારા ઇરાક સ્થિત અમેરિકન ઠેકાણાં પર હુમલો કરી દીધો હતો.

જોકે, હુમલા બાદથી ઇરાક સ્થિત અમેરિકન દળો વધારે સચેત થઈ ગયા છે.

અમેરિકન સૈનિકો અને સાથી દળોએ ઇરાકમાં આવેલા અમેરિકન દૂતાવાસ અને લશ્કરી છાવણીઓની સુરક્ષા વધારી દીધી છે.

એક તરફ ઇરાકે અમેરિકન સેનાને પોતાનો દેશ છોડી દેવાનું જણાવ્યું છે, ત્યારે બીજી તરફ અમેરિકાના સૈનિકોને ઈરાન દ્વારા નિશાન બનાવાઈ રહ્યા છે.

જુઓ, ઇરાકમાં અમેરિકન સૈનિકોની કપરી પરિસ્થિતિ પરનો આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો