ઈરાનને અણુ શસ્ત્રો વિકસાવતું અટકાવવા આ છે યુરોપિયન સંઘની યોજના
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવતું અટકાવવા માટેની કવાયત ઝડપી બનાવી દેવાઈ છે.
આ હેતુ માટે યુરોપિયન યુનિયનના મહત્ત્વના દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટને વર્ષ 2015માં ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે કરાયેલી સંધિના અમલ માટે ઈરાન પર દબાણ બનાવવાનું શરૂ કર્યું છે.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ સંધિમાંથી પહેલાંથી પીછેહઠ કરી ચૂક્યા છે.
યુરોપિયન દેશોને ચિંતા છે કે તાજેતરની ઘટનાઓના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે ઈરાન ફરીથી તેનો આ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે.
યુરોપિયન સંઘના દેશોએ આ સંધિના ભંગ મામલે ઈરાનને નોટિસ પણ પાઠવી છે.
જુઓ, જો ઈરાન પરમાણુ સંધિના આ અમલ અંગેના વાટાઘાટોમાં સામેલ નહીં થાય તો યુરોપિયન યુનિયન ભવિષ્યમાં તેની પર કઈ કઠોર કાર્યવાહી કરી શકે છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો