લિબિયાના ગૃહયુદ્ધમાં ડઝનબંધ દેશોની સામેલગીરી પાછળનું ગણિત

લિબિયાનાં ગૃહયુદ્ધ ચરમસીમાએ છે અને તેને શાંત પાડવા રવિવારે (19મી જાન્યુઆરીએ) બર્લિનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ મળવાની છે.

આ પરિષદમાં ડઝનબંધ દેશોના રાજદૂતો સાથે લિબિયાના સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત વડા પ્રધાન ફાયેઝ અલ-સર્રાજ અને લિબિયન નેશનલ આર્મીના જનરલ ખલીફા હફ્તારને પણ આમંત્રણ અપાયું છે.

જો કે, આ બંને નેતાઓ પરિષદમાં ભાગ લેશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો