4 દાયકા પહેલાં પાકિસ્તાનથી આવેલા ખતીજા છેક હવે ભારતના નાગરિક બન્યાં

ખતીજાનો પરિવાર પાકિસ્તાનમાં રહે છે અને તેમનાં પિતાની ઇચ્છા હતી કે તેમના દીકરીનાં લગ્ન ભારતમાં થાય.

જ્યારે ખતીજાના નિકાહ નક્કી થયા ત્યારે તેઓ માત્ર 5 વર્ષનાં હતાં અને તેઓ લગ્નસમયે 15 વર્ષનાં હતાં.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધની અસર તેમનાં જીવન પર લાંબા સમય સુધી રહી છે.

છેલ્લાં 40 વર્ષોમાં ખતીજાનાં માતા, ભાઈ, બહેન અને ભાભી અવસાન પામ્યાં પણ વીઝાના કડક કાયદા અને પાસપોર્ટની ઔપચારિકતાને કારણે તેઓ તેમના અંતિમવિધીમાં ન જઈ શક્યાં.

પરંતુ હવે તેમને ભારતનું નાગરિકત્વ મળી ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો