અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી, પેસેન્જરોની માગ શી છે?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી.

આ કૉમશિયલ તેજસ એક્સપ્રેસ 19 જાન્યુઆરીથી શરૂ થઈ થશે.

વિજય રૂપાણી સાથે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્રેનને લીલીઝંડી આપી હતી.

આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. આ આખી ટ્રેન વાતાનુકૂલિત છે.

ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ક્લાસ ચેર કારની બે બોગીઓ લાગેલી છે, જેમાં 56-56 સીટો હશે.

આ સિવાય ચેર કારની અન્ય આઠ બોગીઓ લાગેલી છે, જેમાં 78-78 સીટો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો