જાપાનના એ સાંસદ પિતા જે નવજાત પુત્રની સારસંભાળ માટે રજા લેશે

હાલમાં જ પિતા બનેલા જાપાનના આ મંત્રી એક અઠવાડિયાથી ચર્ચામાં છે. કારણ માત્ર એટલું જ કે તેઓ પોતાના નવજાત દીકરાની સંભાળ માટે રજાઓ લેવાના છે.

શીનજીરો કોઈઝુમી પહેલા જાપાનીઝ મંત્રી કે સાંસદ છે જેઓ પૅટરનિટી લીવ લઈ રહ્યા છે. અને જાપાનમાં કોઈ પિતા આ પ્રકારે રજાઓ લે તે ઘણી અસામાન્ય વાત છે.

અહીંયાં મોટા ભાગે માતાઓ જ નવજાત બાળકની સંભાળ લેતાં હોય છે.

નવાઈની વાત એ છે કે જાપાનમાં પૅટરનિટી લીવ મામલે સૌથી ઉદારવાદી નીતિ છે. અહીંયાં પિતા એક વર્ષ સુધીની રજા લઈ શકે છે.

કોઇઝુમી જાપાનીઝ રાજકારણના રાઇઝિંગ સ્ટાર છે. પરંતુ છેલ્લા અમુક સમયમાં તેમની ઓછા રાજકીય અનુભવને કારણે અથવા તો ઘમંડી હોવાને લઈને ટીકાઓ થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો