ઇમરાન ખાને ફરી RSS-BJPની સરખામણી હિટલરની નાઝી પાર્ટી સાથે કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ફરી એક વાર ભારત સામે પ્રહાર કર્યા છે.

દાઓસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમની બેઠક દરમિયાન બીબીસી સંવાદદાતા મિશલ હુસૈન સાથે વાત કરતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નાઝી ગણાવ્યા.

તેમણે કહ્યું કે ભારતમાં હાલ કટ્ટરપંથી વિચારધારાના લોકોનું શાસન છે, જે RSS તરીકે ઓળખાય છે.

“RSS 1925માં સ્થપાયેલો અને તેણે નાઝી પાર્ટીમાંથી પ્રેરણા લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના આજીવન સભ્ય છે.”

આ સાથે જ તેમણે સ્વીકાર્યું કે પડોશી દેશ ઈરાનની આંતરિક સ્થિતિને પગલે જો તેલના ભાવો વધ્યા તો તેની અસર પાકિસ્તાન પર પણ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો