પુલવામા હુમલાને એક વર્ષ પૂર્ણ, મૃતક જવાનોના પરિવારો શું કહી રહ્યા છે?

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાને શુક્રવારે એક વર્ષ થઈ જશે. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળ એટલે કે CRPFના 40 જવાનોએ જીવ ગુમાવ્યા હતા.

પુલવામા જિલ્લાના લેથપોરામાં આજથી એક વર્ષ પહેલાં 14મી ફેબ્રુઆરીએ એક IED બ્લાસ્ટ કરીને ભારતીય જવાનોના કાફલાને નિશાન બનાવાયો હતો.

શુક્રવારે આ હુમલાને એક વર્ષ થશે ત્યારે અલગઅલગ જગ્યાએ કાર્યક્રમો યોજી આ હુમલાનો ભોગ બનેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

પરંતુ હુમલા બાદ માર્યા ગયેલા જવાનોના પરિવારના લોકોને સરકારે અને અન્યોએ જે વાયદા આપ્યા હતા શું તે પૂરા થયા છે?

જોઈએ બીબીસીનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો