ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમદાવાદમાં કેવી રીતે થઈ રહી છે તૈયારી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતયાત્રા પર આવશે. તેમની આ મુલાકાતની ખાસ વાત એ છે કે તેઓ 24 તારીખે અમદાવાદ આવવાના છે.

જ્યાં તેમના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય સમારોહ યોજવામાં આવશે.

આ કાર્યક્રમનું નામ 'ટ્રમ્પ આવે છે' રાખવામાં આવ્યું છે.

અમદાવાદ આવનારા ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત પણ લેશે.

તેમની આ મુલાકાતને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. જુઓ આ તૈયારીઓની કેટલીક ઝલક.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો