‘ટ્રમ્પ અમદાવાદ આવે છે તો સરકાર અમને કેમ સંતાડી રહી છે?’

અમેરિકાના રાષ્ટ્રપિત ડૉનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે.

આ મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી અને ગુજરાતના અમદાવાદની મુલાકાત લેશે.

તેમની મુલાકાત માટે કરાઈ રહેલી પૂર્વતૈયારીઓ માટે અમદાવાદના ઇંદિરા બ્રિજ પાસે આવેલી સરાણીયાવાસની ગરીબ વસાહત આગળ દીવાલ ઊભી કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

સ્થાનિકો સરકારના આ નિર્ણયને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે.

જુઓ, દીવાલને લઈને સ્થાનિકોનો શો મત છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો