ભુજની કૉલેજની ઘટના : 'અમે પિરિયડ્સમાં છીએ કે નહીં એ તપાસવા કપડાં ઉતરાવ્યાં'

કચ્છની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં 11 ફેબ્રુઆરીના રોજ માસિકધર્મની તપાસ માટે વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતરાવવાની વાત સામે આવતાં વિવાદ સર્જાયો છે.

નોંધનીય છે કે વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે “માસિકધર્મની તપાસ માટે અમારી કપડાં ઉતારીને તપાસ કરાઈ હતી.”

વિદ્યાર્થિનીઓએ તેમને આવું કરવા માટે માનસિક ટૉર્ચર કરાયાં હોવાની વાત પણ કરી છે.

વિદ્યાર્થિનીઓ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો પર યોગ્ય પગલાં ભરવાની માગ કરી રહ્યાં છે.

માસિકધર્મની તપાસ માટે અમાનવીય કાર્યવાહીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓએ પોતાની આપવીતી કહી સંભળાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો