મેરી કોમ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

મેરી કોમ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

મેરી કોમ છ વખત વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બનનારાં એકમાત્ર મહિલા છે. બૉક્સિંગમાં ઑલિમ્પિક-મેડલ જિતનાર એકમાત્ર ભારતીય મહિલા છે.

મેરી કોમને સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે નીમવામાં આવ્યાં છે.

વર્લ્ડ ઑલિમ્પિક્સ ઍસોસિયેશને તેમનાં નામની આગળ 'OLY' વિશેષણ લગાવી તેમનું સન્માન કર્યું છે.

મેરી કોમ કહે છે, "શરૂઆતથી જ મને રમવાનું પસંદ હતું. હું મારા શહેરમાં ફૂટબૉલ રમનારી એકમાત્ર છોકરી હતી."

"હું છોકરાઓ સાથે ફૂટબૉલ રમનારી એકમાત્ર છોકરી હતી. લોકો મને ચીડવતાં, પણ હું દલીલ કરતી કે હું કેમ ન રમી શકું અને રમવા માટે લડતી હતી."

શૂટ ઍડિટ : પ્રેમ ભૂમિનાથન અને નેહા શર્મા, રિપોર્ટર : ઋજુતા લૂકટુકે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો