દુતી ચંદ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

દુતી ચંદ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

મહિલા દોડવીર દુતી ચંદે અનેક મુશ્કેલીઓ પાર કરીને સફળતા મેળવી છે. સંઘર્ષના દિવસોમાં ઘણી વખત તેમણે રેલવેપ્લૅટફૉર્મ ઉપર જ ઊંઘી જવું પડતું હતું.

2013માં દુતી ચંદે એશિયન ચૅમ્પિયનશિપ દરમિયાન પ્રથમ વખત આંતરરરાષ્ટ્રીય મેડલ મેળવ્યો.

2014માં તેમનાં પર હાઇપર-ઍન્ડ્રૉજેનિઝમના આક્ષેપ સાથે પ્રતિબંધ મુકાયો હતો, જેને કારણે તેઓ 2016 ઑલિમ્પિકની તૈયારી ન કરી શક્યાં.

હવે, દુતી ચંદની ગણતરી 100 મીટર દોડમાં એશિયાનાં સૌથી ઝડપી મહિલા દોડવીર તરીકે થાય છે.

હવે 2020માં ટોકિયો ઑલિમ્પિક ખાતે તેઓ ફરી એક વખત પોતાનું કૌવત બતાવવા સજ્જ છે.

શૂટ-ઍડિટ : શુભમ્ કૌલ તથા કેન્ઝ ઉલ મુન્નીર, રિપોર્ટર : રાખી શર્મા, પ્રોડ્યુસર : વંદના

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો